Saturday, November 23, 2013

મારા ગામ વિશે








My  village under  round circle & heart

History of Our village  :-
My village Khandhera is a small village having population of around 2,500 people. The name khandhera arive at the name of khandheri. It is situated near at  kalavad just 11 km. and jamnagaer state highway road. Main population of the village is farmers of patel,kumbhar,harijan,bharvad,rabari,charan,ahir,momedian,and B@pu Community. Famous is Hanuman temple just 3 km away from Khandhera  also very famous is desi daru. Main crop cultivated by farmers is cotton and groundnuts locally known as shing and mandvi.Two small schools giving education upto primery level and higher secondary  level has gifted police,armyman,teacher and Chrtered Accountants and which is a matter of proud for the village.



Taluk Name : Kalavad
District : Jamnagar
State : Gujarat
Pin Code : 361013
Post Office Name : Khandhera
Alternate Village Name : Khendhara 


Khandhera is one of the Village in Kalavad Taluk in Jamnagar District in Gujarat State . Khandhera is located 10.9 km distance from its Taluk Main Town Kalavad . Khandhera is 30.6 km far from its District Main City Jamnagar . It is 261 km far from its State Main City Gandhinagar .

Near By Villages of this Village with distance are Dhudasiya(4 k.m.) ,Vodisang(4.8 k.m.) ,Moti Matli(5.3 k.m.) ,Nani Vavdi(5.9 k.m.) ,Khan Kotda(6.8 k.m.) ,. Nearest Towns are Kalavad(10.9 k.m.) ,Jamnagar(29.1 k.m.) ,Dhrol(32.5 k.m.) ,Lalpur(38.6 k.m.) ,

Anandpar , Arala , Bamangam , Bava Khakhariya , Bediya , Beraja , ... . are the villages along with this village in the same Kalavad Taluk

Khandhera Pin Code is 361013 and Post office name is . Other villages in Post Office (361013,) are Nagpur , Khandhera , Matva , Banga , .

Schools near by Khandhera


1 . KHANDHERA TALUKA SHALA 

2 . RINARI SCHOOL 

3 . MACHHARDA PRIMARY SCHOOL 

Colleges near by Khandhera


1 . Government Arts College 
Address : . 

2 . Shri Shah medical college 
Address : --jamnagar a; gujarat.. 

3 . Shri M.P. Shah Medical College 
Address : 0pt. nehru rd; jamnagar a361008gujarat indiaemail: email this e--mail address is being protected from. 

Banks near by Khandhera


1 . UNION BANK OF INDIA , NIKAVA 
IFSC CODE : ubin0535036. 
MICR CODE : non micr. 

2 . STATE BANK OF INDIA , JAMVALI 
IFSC CODE : sbin0060130. 
MICR CODE : 360002530. 

3 . CENTRAL BANK OF INDIA , KHAREDI 
IFSC CODE : cbin0280584. 
MICR CODE : non-micr. 

4 . ICICI BANK LTD , JAMNAGAR - MOTI KAVDI? 
IFSC CODE : icic0000051. 
MICR CODE : 361229002. 


Schools in Khandhera



Khandhera Taluka Shala

Address : khandhera , kalavad , jamnagar , Gujarat . PIN- 361013 , Post - Khandhera
નાનકડું ગામ સુંદર, સ્વચ્છ અને ગોકુળ જેવું, વસ્તી તો ઘણી જ ઓછી પણ વિસ્તાર ખુબ જ. સારા માણસો, વૃધ્ધો, વડીલો અને માસ્તરો, નોકરીયાત તથા ખેડૂતો, પુરૂષ અને સ્ત્રીવર્ગ, બાળકો અને ટાબરીયાઓ તથા વિધાર્થીઓ, હિન્દુ અને મુસ્લીમ મળી ને કૂલ 2500 કરતાં પણ ઓછી વસ્તીવાળું આ ગામ એક આગવી ઓળખ ધરાવે છે. સારા જમિનદારો, આવક તો કોઇ શહેર કરતાં ઓછી પણ નથી.
ગામની સુંદરતા તો કંઇ ક અનોખી જ,ગામની  દક્ષિણ દિશામાં નદી છે,બાલમંદિરથી માંડીને પ્રાથમિક શાળા તથા ધોરણ ૮, ૯ અને ૧૦ સુધીની સેકન્ડરી સ્કૂલ અને   સેવા સહકારી મંડળી, પોસ્ટ ઓફીસ, બેંક, દૂધ મંડળી અને એક દવાખાનુ તથા  એક ગામ પંચાયત ઓફિસ, પંચાયત ઓફિસ નજીકમાં જ પ્રાથમિક શાળા અને ગામના પ્રવેશ માર્ગ પર ટેલિફોન એક્ષચેન્જ આમ દરેક નાની મોટી સુવિધાઓ પુરી થઇ શકે એવું ‘‘મલ્ટી વિલેજ’’ મારૂ ગામ……
                                                            

ગામડાં તૂટી રહ્યાં છે તે વાત નવી નથી. 
તે સત્ય જાણવા માટે સરકારી આંકડા કે નિષ્ણાતો દ્વારા કરવામાં આવતાં વિશ્લેષણની જરૂર નથી. અનેક કારણો છે, જેને લોકોના જીવન સાથે સીધો સંબંધ છે. 
જે લોકો ગામડામાં જન્મ્યા, ત્યાં જ ઊછર્યા અને પછી શહેરોમાં આવીને વસ્યા 
તેમાંના કેટલાય સંવેદનશીલ લોકોને 
એમના લોહી સાથે જોડાયેલી ગ્રામસંસ્કૃતિના થઇ રહેલા વિનાશની સ્થિતિ પીડાજનક લાગતી રહી છે. તે સંદર્ભમાં આપણા જાણીતા સર્જક મણિલાલ હ. પટેલે લખેલા નિબંધો વાંચી જવા જેવા છે. 
લુપ્ત થઇ રહેલાં ગામડાંની સાથે બીજું પણ કેટલું બધું લુપ્ત થઇ ગયું છે.


ગ્રામજીવનની સમગ્ર જીવનશૈલી સમયના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. 
એ બધું જ એક સમયે આપણા લોહીમાં ધબકતું હતું. 
હવે શેઢો ભૂંસાઇ ગયો છે, પડસાળ ઊખડી ચૂકી છે, 
ફળિયું અને ચોતરો અને પાદરો નામશેષ થઇ ગયાં છે. 
‘ભળભાંખળું’ શબ્દની સાથે જોડાયેલો રાતના અંધકારમાંથી દિવસના અજવાળાની વચ્ચે 
ઉઘાડ પામતી પ્હો ફાટવાની વેળાનો આખો અનુભવ આપણે ખોઇ બેઠા છીએ.
મણિલાલભાઇનું ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’ પુસ્તક પ્રકાશિત થયું ત્યારે મેં લખ્યું હતું તે યાદ આવે છે: ગામડું તૂટે છે ત્યારે માત્ર કોઇ સ્થળવિશેષ ભૂંસાયું હોતું નથી. 
તેની સાથે ગામડામાં માણવા મળતી ઋતુઓ, ઉત્સવો, 
લોકગીત, ફટાણાં, મામેરું-સીમંત-લગ્ન જેવા સામાજિક પ્રસંગો, 
વૃક્ષાલોક, પંખીઓ વગેરેની અવનવી સંસ્કૃતિ પણ અલોપ થઇ ગઇ છે 
તે વિશેની પીડા પણ જન્મે છે. 
તળપદના કેટલા બધા બળૂકા શબ્દો હવે ભુલાવા લાગ્યા છે. 
ગામડાના જીવનમાં જે પોતીકાપણું હતું તે હવે શહેરોમાં અનુભવવા મળતું નથી. 
જે બચ્યાં છે તે ગામડાં પણ શહેરી વાતાવરણનો ભોગ બનવા લાગ્યાં છે. 
નવી નવી શોધો, વિકાસ અને બદલાતી જીવનશૈલી આવકાર્ય છે, 
પરંતુ તે બધું જે રીતે આપણી પુરાતન અને સજીવ સંસ્કૃતિનો ભોગ લેતું રહે છે 
તે પરિસ્થિતિ જીવલેણ છે.


બીજી પેઢીને પણ તે ગ્રામજીવનનો અનુભવ નથી. 
ત્રીજી પેઢી તો ભૌગોલિક રીતે માત્ર ગામડાંથી નહીં, ગુજરાતની સંસ્કૃતિથી પણ દૂર નીકળી ચૂકી છે. વાતવાતમાં એવા કેટલાય ગુજરાતી-તળપદા શબ્દોની તો વાત જ જવા દો-
મારી અને આપણી ત્રીજી પેઢીનાં સંતાનોના કાને પડે છે 
ત્યારે તેના કોઇ અર્થ એમના સુધી પહોંચતા નથી. 
હું ‘કૂવો’ કહેતાં એમના ચિત્તમાં કૂવા વિશેનું કોઇ ચિત્ર ઊભું કરી શકતો નથી.


ભાદરવો બેસે ને મારા મનમાં મારા ગામમાં ભરાતા મેળા ઊભરાવા માંડે. 
મારો નિજી અનુભવ હું એમનામાં પ્રત્યક્ષ કરી શકતો નથી. 
નવમા ધોરણમાં ભણાવાતા હિન્દીના પાઠ્યપુસ્તકનો ‘ધૂલ’ નામનો નિબંધ 
હું મારા પૌત્રને સમજાવતો હતો ત્યારે તેમાં વારંવાર આવતા ‘ગોધૂલિ’ શબ્દની આછી ઝાંય પણ 
હું તેના સુધી પહોંચાડી શક્યો નહોતો. 
થોડા દિવસો પહેલાં નવરાત્રિ ગઇ ત્યારે હું મારા મનમાં ગરબી ‘ખૂંદતો’ હતો 
અને મારા પછીની પેઢીનાં સંતાનો પશ્ચિમી વાધ્યોની તાલે ‘ડાન્સ’ કરતાં હતાં.


ઘણું બધું દેખાતું બંધ થાય અને નવું નવું દેખાવાની શરૂઆત થાય 
તેમાંથી જ કદાચ સમયનું વીતવું એટલે શું તે સત્ય સમજી શકાય છે. 
સમજાય છે કે કશુંક વિલોપાયું છે તો કશુંક નવસર્જન પણ થયું છે. 
તેમ છતાં ક્યારેક મિત્ર મણિલાલ હ. પટેલ એમના એક નબિંધમાં જેમ કરગરી ઊઠ્યા હતા તેમ કરગરી ઊઠવાનું મન તો થઇ જ આવે છે: 
‘હે આથમવા જતી વીસમી સદી, 
મને આપી શકે તો મારું ગામ-હતું એવું અસલ ગામ-પાછું આપતી જા.’
 









Chabutaro

Gam Panchayat



Sankar bhagvan nu mandir



No comments:

Post a Comment